Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યો યો હની સિંહ પોતાના પરિવારને જ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રશંશક ગણાવે છે!

પત્નિ શાલિની સૌથી મોટી ટિકાકાર પણ છે

મુંબઇ તા. ૧૧: બોલીવુડમાં સંગીતની પરિભાષા બદલી દેનાર સંગીતકાર યો યો હની સિંહે પોતાના પરિવારને પોતાના સર્વશ્રેષ્ઠ ટીકાકાર ગણે છે. હની સિંહને પરિવાર તરફથી હંમેશા ભારે સમર્થન મળ્યું છે, જેથી તેને સંગીત ક્ષેત્રે સતત પ્રોત્સાહન મળે છે.ઙ્ગસંગીતની દુનિયામાં એક બ્રાંડના રૂપમાં યો યો હની સિંહે પ્રશંસકોની મોટી સંખ્યા પોતાના નામે કરી લીધી છે અને પોતાની સફળતાનો પુરો શ્રેય તે પોતાના પરિવારને આપે છે.ઙ્ગ

પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ ટીકાકાર વિશે જણાવતાં સંગીતકારે કહ્યું - 'મારૃં જીવન અને કેરિયર મારા પરિવાર પ્રત્યે સમર્પિત છે. વર્ષ ૨૦૧૪ની આસપાસ મારા બ્રેક દરમિયાન, હું સંગીતની રચના કરવામાં સક્ષમ ન હતો પરંતુ તે દરમિયાન મારા પરિવારે મને પુરો સાથ આપ્યો હતો. મેં આ સમયગાળા દરમિયાન ઘણા ગીત બનાવ્યા જે ૨૦૧૬-૧૮માં રિલીઝ સાથે હિટ સાબિત થયા છે. મારા પિતા એક મહાન શ્રોતા છે. તે ખૂબ સારી રીતે ભવિષ્યવાણી કરે છે કયું ગીત હિટ થશે અને કયું નહી.'

યો યો કહે છે તેમની માતાનો તેની કારકિર્દી પર સૌથી વધુ પ્રભાવ છે. તે સમયને યાદ કરતાં જયારે તે બાઇપોલર ડિસઓર્ડરથી પીડાતા હતા, તેમણે શેર કર્યું કે તેમને માતાએ તેમને પોતાના લોકપ્રિય હિટ ધીરે ધીરે સે લિરિકસ રચના માટે મદદ કરી હતી.ઙ્ગ

આ સમગ્ર સફરમાં પોતાની પત્નિનો પણ ફાળો હોવાનુંં કહી હની સિંહ જણાવે છે કે 'હું અને મારી પત્ની ૧૭ વર્ષથી એકબીજાની ઓળખીએ છી. તે ખરાબમાં ખરાબ સમયમાં મારી સહાયક રહી છે.  પત્નિ શાલિની  સૌથી કઠોર ટીકાકાર પણ છે. યો યો હની સિંહનું માનવું છે કે તે ભાગ્યશાળી છે કે તેમની આસપાસ એક સંગીતમય પરિવાર છે. આખરે પરિવારથી ઉપર કોઇ નથી. તે પોતાના એકમાત્ર શુભચિંતક છે.

(3:35 pm IST)