Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

એકતાની વેબ સિરીઝમાં સની લિયોનીની એન્ટ્રી

ટીવી શોની સાથોસાથ વેબ સિરીઝમાં પણ એકતા કપૂર એક એકથી ચઢીયાતી કહાનીઓ આપી રહી છે. બોલીવૂડ અભિનેત્રી સની લિયોનને લઇને એકતા કપૂર વેબ સિરીઝ રાગીની એમએમેએસનો આગળનો ભાગ બનાવશે. પહેલા એવી ચર્ચા હતી કે આગલી સિરીઝમાં દિવ્યા અગ્રવાલ અને વરૂણ સૂદ મુખ્ય રોલમાં હશે. પણ હવે આ બંનેની જગ્યાએ સની લિયોનને સાઇન કરવામાં આવી છે. શોનું નિર્માણ એકતા કપૂરની વેબ સિરીઝ બનાવતી કંપની ઓલ્ટ બાલાજી કરી રહ્યું છે. સની લિયોનનું નામ ફાઇનલ થઇ ગયું છે. આ સિરીઝ માટે બીજા કલાકારોના નામ હવે જાહેર થશે. રાગિની એમએમએસ રિટર્ન્સની પાછલી સિઝન ખુબ હિટ રહી હતી. બોલ્ડ સિન્સને કારણે પણ ચર્ચા જાગી હતી. જેમાં સાક્ષી પ્રધાન અને કરિશ્મા શર્માએ અનેક હોટ સિન્સ આપ્યા હતાં. એકતા કપૂરે ેકન ઘોષને નિર્દેશનનું કામ સોંપ્યું હતું.

(9:47 am IST)