Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ટીવી અભિનેત્રી મેઘાની અંગત જિંદગીમાં મુશ્કેલીઓ શરૂ

સીઆઇડી, કુમકુમ, મૈં તેરી પરછાઇ, ડ્રીમગર્લ, યહાં મૈં ઘર ઘર ખેલી સહિતના ટીવી શો કરી ચુકેલી અભિનેત્રી મેઘા ગુપ્તાની અંગત જિંદગી બરાબર ચાલી રહી નથી. ચર્ચા છે કે તેના ત્રણ વર્ષના લગ્ન જીવનમાં તકલીફો ઉભી થઇ છે. મેઘાએ ૨૦૧૬માં ટીવી અભિનેતા સિધ્ધાંત કર્ણિક સાથે લગ્ન કર્યા હતાં. આ કપલે વર્ષ ૨૦૧૮માં બંને સાથે હોય તેવી એક માત્ર તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી છે. વળી બંનેએ સોશિયલ મિડીયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. થોડા સમય પહેલા આ બંને અલગ-અલગ રહેવા માંડ્યા હતાં. આ બંનેની ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર રોમાન્ટીક તસ્વીરો હતી. પરંતુ હવે બંનેની એક સાથે હોય તેવી તસ્વીરો લાંબા સમયથી પોસ્ટ થઇ ન હોઇ ટીવીની દુનિયામાં ચર્ચા શરૂ થઇ છે કે આ બંને વચ્ચે હવે મનમેળ નથી રહ્યો. સિધ્ધાંતે આ બાબતે કહ્યું હતું કે એટલી મોટી કોઇ સમસ્યા નથી. તો મેઘાએ કહ્યું હતું કે આ વિશે હું કંઇ કહેવા ઇચ્છતી નથી. સિધ્ધાંત સાથે મેઘાના આ બીજા લગ્ન છે. મેઘાએ પહેલા આદિત્ય શ્રોફ સાથે લગ્ન કર્યા હતાં.

 

(9:46 am IST)