News of Wednesday, 11th April 2018

બાગી-૨ હિટ નિવડી છતાં દિશા નારાજ!

ટાઇગર શ્રોફ અને દિશા પટાણી અભિનીત બાગી-૨ ફિલ્મએ ૧૩૫ કરોડ અને ૩૫ લાખની કમાણી કરી લીધી છે. અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મએ રેકોર્ડ તોડ્યા છે. એકશન થ્રિલરથી ભરપુર આ ફિલ્મ હિટ નિવડી છે છતાં અભિનેત્રી દિશા નારાજ હોવાનું કહેવાય છે! તેની નારાજગીનું કારણ એવુ છે કે લોકો માત્ર ટાઇગર શ્રોફના જ વખાણ કરી રહ્યા છે. દર્શકોને ટાઇગરની એકશન અને ફાઇટ સિન્સ વધુ ગમ્યા છે. ફિલ્મને માઉથ પબ્લીસીટી પણ આ કારણે જ મળી છે. દિશાએ ફિલ્મમાં નેહાનો રોલ નિભાવ્યો છે. બોલીવૂડમાં આ તેની પાંચમી ફિલ્મ છે. ખુબ ઓછા સમયમાં તેણે બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. ટાઇગર સાથે રિયલ લાઇફમાં પણ તેને રિલેશનશીપ હોવાનું સો કોઇ કહે છે.

(9:56 am IST)
  • દુબઇની અદાલતે આર્થિક ગુનાઓના સંબંધમાં ગોવાના બે નાગરિકોને દોષી ઠેરવ્યા છે અને તેમને 500 વર્ષ સુધીની આકરી સજા ફટકારી છે. 37 વર્ષીય સિડની લિમોસને 200 મિલિયન ડોલર (આશરે રૂ. 1,320 કરોડ) ના કૌભાંડમાં હજારો રોકાણકારો સાથે છેતરપીંડી કરવાના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. આ મામલામાં તેના એકાઉન્ટ નિષ્ણાત રિયાન ડીસુઝાને પણ સમાન સજા ફટકારવામાં આવી છે. access_time 12:49 pm IST

  • IPL 11ની છઠ્ઠી મેચ આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહી છે. ટોસ જીતીને દિલ્હી ડેર ડેવિલ્સે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં વિકેટ ગુમાવીને રન બનાવ્યા હતા. 17.5 ઓવર ખેલાયા બાદ વરસાદી વિઘ્નને કારણે મેચ અટકાવવામાં આવી હતી. ત્યાં સુધીમાં રાજસ્થાને 153/5 રન બનાવ્યા હતા. access_time 12:21 am IST

  • ગુજરાતની જાહેરક્ષેત્રની કંપની જીએનએફસી દ્વારા સસ્તી કીમતની મેટ્રેસીસ-ગાદીઓ બનાવવાનો જય હિંદ મેટ્રેસીસ પ્રોજેક્ટ શરુ કર્યો છે. GNFC અને અગ્રણી પોલિયુરેથિન કંપનીની આ યોજના હાલ ખાસ પાઇલોટ પ્રોજેક્ટના સ્તર પર છે. ગ્રામીણ ગુજરાતના લોકોને PU ફોમ મેટ્રેસીસ સસ્તા ભાવે મળશે. GNFCએ ટોચના ગાદલાં નિર્માતાં કંપની સ્લીપવેલ સાથે ટાઇઅપ કર્યું છે. access_time 12:21 am IST