Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ટીવી શો મહારાણા પ્રતાપ ફેમ અભિનેતા ફૈઝલ ખાન ૨૧ વર્ષે ગર્લફ્રેન્ડ મુસ્કાન સાથે કરશે લગ્ન

મુંબઈ: છેલ્લે ટીવી શો મહારાણા પ્રતાપમાં જોવા મળેલો અભિનેતા ફૈઝલ ખાન ૨૧ વર્ષે લગ્ન કરવાનો છે. પોતાની ગર્લફ્રેન્ડ મુસ્કાન કટારિયા સાથે વર્ષે લગ્ન કરી લેવાનો છે. ફૈઝલના લગ્નના નિર્ણય બાદ તેણે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે મને નથી લાગતુ કે મારો નિર્ણય ખોટો છે. હું અને મુસ્કાન એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ, સમજીએ છીએ. જોધપુરમાં એક ફેશન શો દરમિયાન અમારી મુલાકાત થઈ હતી. જો તમે એકબીજાને સમજો છો, જાણો છો, ઓળખો છો અને પ્રેમ કરો છો તો ઉંમરનું કોઈ બંધન તમને નડતુ નથી. અમારી બંને વચ્ચે એક અલગ કેમિસ્ટ્રી છે. ફૈઝલ ડાન્સ લિટલ ચેમ્પની બીજી સિઝનનો વિજેતા છે.

 

(5:00 pm IST)