Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

૨૦૨૦માં રિલીઝ થશે રાજામૌલીની આગામી ફિલ્મ 'આરઆરઆર'

મુંબઇ તા. ૧૧: એસ.એસ. રાજામૌલીની આગામી મેગા ફિલ્મ 'આરઆરઆર'ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છેે ફિલ્મમાં યુવા ટાઈગર એનટીઆર અને મેગા પાવરસ્ટાર રામ ચરણ મુખ્ય રોલમાં  છે.ઙ્ગ જો કે આ ફિલ્મને બનવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. રાજામૌલીની ફિલ્મ RRR ૨૦૨૦માં રિલીઝ થશે.ઙ્ગ

રાજામૌલી 'બાહુબલી'ના  બંને ભાગને કારણે ખુબ જ પ્રસિદ્ઘ છે. તેમને ફિલ્મો બનાવવામાં વધુ સમય લાગે છે અને એ કારણે પણ જાણીતા છે. તેમણે બાહુબલી બનાવવા માટે પાંચ વર્ષનો સમય લીધો હતો જયારે આરઆરઆરના પ્રિ-પ્રોડકશન માટે ૧ વર્ષનો સમય લીધો છે.

હાર્વર્ડ ઈન્ડિયન કોન્ફરન્સમાં રાજામૌલીએ કહ્યું હતું કે, તેની નવી ફિલ્મ દર્શકોનું મનોરંજન કરાવવામાં સફળ રહેશે.   ફિલ્મના ડાયલોગ સાઈ માધવ બુર્રા અને મદન કાર્કી દ્વારા લખવામાં આવ્યા છે.  એડિટિંગ રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા શ્રીકર પ્રસાદ દ્વારા કરવામાં આવશેઙ્ગ

એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ તેની બાહુબલીની જુની ટીમ સાથે કરી રહ્યા છે. આ ટીમમાં વિજયેન્દ્ર પ્રસાદ જેવા વ્યકિતત્વનો સમાવેશ છે. ડી પાર્વતી દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ ડીવીવી એન્ટરટેનમેન્ટના બેનરમાં તૈયાર થઈ રહી છે.

(3:42 pm IST)