Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

રણવીરસિંહના હાથમાં આવી વધુ એક મોટી ફિલ્મ

રણવીરસિંહની અગાઉની ફિલ્મો પદ્માવત અને સિમ્બા પણ સુપરહિટ બ્લોકબસ્ટર હતી. આ વર્ષમાં આવેલી ગલ્લીબોય પણ સુપરહિટ સાબિત થઇ ચુકી છે. તેની પાસે હાલમાં ૮૩ અને તખ્ત જેવી મોટી ફિલ્મો છે. ત્યાં તેને રાજકુમાર સંતોષીની વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મનું શુટીંગ ઝડપથી શરૂ થશે. રાજકુમાર સાથે ફિલ્મ કરવાની રણવીરસિંહે અગાઉથી જ હા કહી દીધી હતી. સંતોષી અંદાજ અપના અપનાની સિકવલ બનાવવાના છે. ત્યારે રણવીર આ ફિલ્મનો હિસ્સો છે કે બીજો પ્રોજેકટ મળ્યો છે તે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. આ ફિલ્મમાં બે હિરોઇન હશે. એકાદ ટીવી હિરોઇનને ફિલ્મમાં લેવાની રાજકુમાર સંતોષીની ઇચ્છા છે. આ માટે કાસ્ટીંગ ડાયરેકટરની મદદ લેવામાં આવી રહી છે. સંતોષીએ બોલીવૂડમાં અનેક શાનદાર ફિલ્મો આપી છે. દર્શકોને રણવીર સાથેની ફિલ્મ પણ જબરદસ્ત મનોજરંન આપશે તેવી આશા છે. 

(10:09 am IST)
  • ગાંધીનું ભારત જોઈએ કે ગોડસેનું ? : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના RSS તથા ભાજપ ઉપર પ્રહારો : લોકસભા ચૂંટણી બાદ દેશમાં કોંગ્રેસની સરકાર બનશે : દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યકરોને ઉદબોધન access_time 8:11 pm IST

  • 16મી માર્ચે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્નેહમિલન :મુખ્ય મહેમાનપદે વિજયભાઈ રૂપાણી રહેશે ઉપસ્થિત : વિવાદ બાદ કેન્સલ થયેલું સ્નેહમિલન અંતે 12મીએ યોજવા સહમતી સધાઈ :રોયલ સેફોન પાર્ટી પ્લોટમાં યોજાશે સ્નેહમિલન :શહેરના વેપારીઓ-ઉદ્યોગપતિઓ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેશે access_time 10:08 pm IST

  • મારી ઈચ્છા જામનગરથી લોકસભા ચૂંટણી લડવાની છેઃ હાર્દિકની સત્તાવાર જાહેરાત : હાર્દિક પટેલે કહ્યું રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈશ : લોકસભા ચૂંટણી લડે તેવી શકયતા છે : તેણે વધુમાં કહ્યું ખેડૂતોના મુદ્દે લડવા માગું છું : ૧૨ માર્ચે કોંગ્રેસનું સંમેલન યોજાશે access_time 3:41 pm IST