Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

'નચ બલિયે-૯' માટે થઇ રહી છે ઝડપથી તૈયારી

ટીવીના લોકપ્રિય ડાન્સ કપલ શો નચ બલિયે-૯ જલ્દી શરૂ થશે. આ શોના મેકર્સ ઝડપથી તૈયારી કરી રહ્યા છે. આ વખતે પણ ટીવીના અનેક લોકપ્રિય રિયલ લાઇફ કપલ આ શોમાં જોવા મળશે. નિર્માણની જવાબદારી સલમાન ખાને લીધી છે. કેટરીના કૈફ પણ આ વખતે નિર્ણાયક તરીકે જોડાશે તેવી ચર્ચા છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતના નામ પણ જજના લિસ્ટમાં છે.

સ્પર્ધકો તરીકે હીના ખાન-રોકીનું નામ સામે આવ્યું હતું. પણ હિનાએ ના કહી દીધી છે. દિવ્યા અગ્રવાલ અને વરૂણ, રૂબીના દિલાઇક અને અભિનવ શુકલા, કવિતા કોૈશિક અને તેનો પતિ રોહિત બિશ્વાસ, દ્રષ્ટી ધામી અને નિરજ ખેમકા, પ્રિન્સ અને યુવિકા, ગોૈતમ રોડે તથા પંખુડી તથા શ્રીસંત અને તેની પત્નિની જોડી આ વખતે આ શોમાં દેખાય તેવી શકયતા છે.

(10:08 am IST)