Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સલમાન અને કેટરીના કૈફની ભારતનું શુટીંગ પુરૂ

અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભારતનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. કેટરીના કૈફે એક તસ્વીર સાથે આ ઘોષણા કરી હતી. તે સલમાન સાથે ખુબ જ કયુટ દેખાઇ રહી છે. ભારત ઇદના તહેવારમાં પાંચ જુનના રોજ રિલીઝ થશે. સલમાન કેટરીનાની જોડી અલી અબ્બાસની ફિલ્મમાં ત્રીજી વખત સાથે જોવા મળશે. આ કારણે આશાઓ વધી ગઇ છે. ભારતનું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે જે લોકોને પસંદ પડ્યું છે. હવે ટુંક સમયમાં ટ્રેલર રિલીઝ થશે. કેટરીના પહેલા આ ફિલ્મ માટે પ્રિયંકાની પસંદગી થઇ હતી. પણ પ્રિયંકાએ ફિલ્મ છોડી દેતાં કેટરીનાની પસંદગી થઇ હતી. આ ફિલ્મમાં   સલમાન, કેટરીના સાથે જૈકી શ્રોફ, દિશા પટાની, તબ્બુ, નોરા ફતેહી, સુનિલ ગ્રોવર, આસીફ શેખ પણ ખાસ રોલમાં છે. ફિલ્મની કહાની ૧૯૪૭થી શરૂ થશે અને ૨૦૦૦ સુધી ચાલશે. સલમાન ખાન અલગ-અલગ પાંચ લૂકમાં જોવા મળશે. ફિલ્મમાં સલમાનના પાત્રનું નામ ભારત છે, તો સાથે ભારત દેશની કહાની પણ છે.

(10:08 am IST)