Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કોમેડી ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત ક્રિતી

હિન્દી, કન્નડ અને તેલુગુ ફિલ્મની અભિનેત્રી ક્રિતી ખરબંદા ૨૦૦૯થી અભિનયના ફિલ્ડમાં છે. તેની સોૈથી પહેલી ફિલ્મ તેલુગુ હતી. દિલ્હીમાં જન્મેલી ક્રિતી મોડેલિંગ ક્ષેત્રે પણ ખુબ જાણીતી છે. સાઉથની આઠ જેટલી ફિલ્મો કર્યા પછી તેને બોલીવૂડમાં વિક્રમ ભટ્ટે રાઝ-રીબૂટમાં ૨૦૧૬માં લોન્ચ કરી હતી. એ પછી તેણે સાઉથમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું છે. બોલીવૂડમાં ગેસ્ટ ઇન લન્ડન, શાદી મેં જરૂર આના, હાઉસફુલ ૪, પાગલપંતી, તૈશ સહિતની ફિલ્મો કરી ચુકી છે. હવે તે એક તમિલ ફિલ્મ વાન અને બોલીવૂડમાં ૧૪ ફેરે કરી રહી છે. આ ફિલ્મમાં ક્રિતી સાથે વિક્રાંત મેસી મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. ઝી સ્ટુડિયોની આ ફિલ્મનું નિર્દેશન દેવાંશુ સિંઘ કરી રહ્યા છે. વિનય પાઠક,  ગોૈહર ખાન, યામિની દાસ અને વિનીત કુમાર પણ ખાસ ભુમિકામાં છે. સામાજીક કોમેડી ડ્રામા પ્રકારની આ ફિલ્મનું શુટીંગ ચાલુ છે. ક્રિતી સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ મારફત  સતત તે ચાહકોના સંપર્કમાં રહે છે.

(10:05 am IST)