Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

બોલીવુડ એકટર સૈફ અલી ખાન અને કરીનાકપુર ખાનના પુત્ર તૈમૂર અલી ખાનને ઇજાઃ પગમાં પાટો બાંધેલ નજરે આવ્યા

       બોલીવુડ એકટર સૈફ અલી ખાન અને કરીનાકપુર ખાનના પુત્ર તૈમૂર અલીખાન સૌથી વધારે ચર્ચિત અને પસંદગીના સ્ટાર કીડસમાંથી એક છે. તે લગભગ પોતાની  તસ્વીરો અને વિડીયોને લઇ ચર્ચામાં રહેતા હોય છે. અને એમના ચાહકની સંખ્યા પણ ઓછી નથી. હવે તૈમુર એક વખત ફરીથી ખબરોમાં આવેલ છે. અને આ વખતે પણ સામે આવી છે એમની ફોટો.

        તૈમુરનો હાલમાં જ ફોટો સામે આવ્યો છે એમા તે હંમેશાની જેમ પોતાના પિતા શૈફના ખંભા પર બેસેલ નજરે આવી રહ્યા છે. આ ફોટોમા એમના પગ પર પાટો બાંધેલ છે.  જે  આપણી તરફ ધ્યાન ખેચે છે. આ ફોટો  સામે આવતા જ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો, અને એમના ચાહક સતત કોમેન્ટ કરી એમના માટે ચિંતા દર્શાવી રહ્યા છે અને સતત પ્રશ્ન પુછી રહ્યા છે કે એમને ઇજા કેવી રીતે થઇ.

(10:01 pm IST)