Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પ્રસિદ્ધ વ્યક્તિઓમાં જવાબદારીની ભાવના હોવી જરૂરીઃ કંગના રનૌતની પ્રશંસૃ કરતા અનુપમ ખેર

નવી દિલ્હીઃ દિગ્ગજ અભિનેતા અનુપર ખેરનું કહેવું છે કે, પ્રસિદ્ધ વ્યક્તિઓમાં જવાબદારીની ભાવના હોવી જરૂરી છે. અનુપમ ખેરે શનિવારે ટ્વીટર પર પોતાની પ્રશંસકો સાથે વાત કરી અને તેના સવાલના જવાબ આપ્યા હતા. જ્યારે એક યૂઝરે તેમને પૂછ્યું કે શું જાણીતી વ્યક્તિઓ (કલાકાર, ખેલાડી) લોકોનો આદર્શ હોય છે, શું તેને હંમેશા નૈતિક વ્યવહાર અને નૈતિક માપદંડોના આધાર પર મુલવવા જોઈએ કે તેના પ્રત્યે ઉદારતા સાથે સાથે સામે આવવું જોઈએ કારણ કે તેમાં પણ લોકોની જેમ ખામી હોઈ શકે છે?

કંગનાને ગણાવી સાહસી

તેના પર અનુપમ ખેરે જવાબ આપ્યો, જાણીતી હસ્તિઓમાં જવાબદારીની ભાવના હોવી ખૂબ જરૂરી છે. એક અન્ય યૂઝરે તેમને કહ્યું કે, તે અભિનેત્રી તથા ફિલ્મકાર કંગના રનોતની હાલમાં રિલીઝ થયેલી મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીના સમર્થનમાં ટ્વીટ કરી શકે છે તો અનુપમે કંગનાને રોકસ્ટાર ગણાવી હતી. તેમણે કહ્યું, તે શાનદાર છે. હું તેના સાહસ અને પ્રદર્શનની પ્રશંસા કરૂ છું. તે મહિલા સશક્તિકરણનું એક વાસ્તવિક ઉદાહરણ પણ છે.

હોલીવુડની વેબ સિરીઝમાં મળશે જોવા

મહત્વનું છે કે, હાલમાં અનુપમ ખેર ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સામાન્ય રહી પરંતુ અનુપમ ખેરના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ દિવસોમાં અનુપમ ખેર હોલીવુડ વેબસિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. આ કારણે તેઓ અમેરિકામાં વધુ સમય પસાર કરી રહ્યાં છે.

(5:24 pm IST)
  • સહારનપુરમાં લઠ્ઠાકાંડ બાદ મહિલાઓમાં આક્રોશ ભભૂક્યો :70થી વધુના ઝેરી દારૂ પીવાથી મોટ થતા ગામના મહિલાઓએ હાઇવે પે ચક્કાજામ કર્યો :તીન થાણા ક્ષેત્રના 16 ગામના 70થી વધુ લોકોના મોટ નિપજ્યા હતા :મહિલાઓ હાઇવે બાનમાં લીધો access_time 1:25 am IST

  • વિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST

  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST