Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ફિલ્મ ઉરી'ની બોકસઓફિસ પર છપ્પરફાડ કમાણીઃ આંકડો ૨૦૦ કરોડને પાર

ફિલ્મનો ડાયલોગ 'હાઉઝ ધ જોશ' જબરદસ્ત હિટ : ૨૦૧૯ની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની

 મુંબઈ : અભિનેતા વિક્કી કૌશલનન ફિલ્મ ' ઉરી' બોકસ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. કમાણી મામલે ફિલ્મે ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે.

 ફિલ્મ 'ઉરી'એ ફર્સ્ટ વીકમાં ૭૧.૨૬ કરોડનું કલેકશન કર્યું હતું. જયારે બીજા અને ત્રીજા વીકની કમાણી સાથે ફિલ્મ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ગઇ હતી. હવે ફિલ્મે ચોથા વીકમાં ૨૯.૦૨ કરોડનું કલેકશન કર્યું છે. આવામાં તેનું કુલ બિઝનેસ ૨૦૦ કરોડને પાર પહોંચી ગયું છે.

 વિક્કી કૌશલ આ પહેલાં 'બાહુબલી-૨' નો રેકોર્ડ તોડી ચૂકયો છે. બાહુબલી ૨ એ ૨૩માં દિવસે ૬.૩૫ કરોડની કમાણી કરી હતી, જયારે ઉરીએ ૬.૫૩ કરોડની કમાણી કરી હતી. સાથે જ ફિલ્મ 'ઉરી' ૨૦૧૯ની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઇ છે. ફિલ્મનો ડાયલોગ 'હાઉસ ધ જોશ' જબરદસ્ત હિટ થયો છે

(3:32 pm IST)