Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ખાસ સ્ક્રિપ્ટ લખાઇ રહી છે સલમાન માટે

સલમાન ખાનને બોલીવૂડમાં સુપર સ્ટાર તરીકે જે ફિલ્મોએ નામના અપાવી છે તેમાં સૂરજ બડજાત્યાની ફિલ્મો સામેલ છે. સલમાને એ સફળતા પછી પાછુ વળીને જોયુ નથી. સૂરજ અને સલમાનની ફિલ્મો હમ આપ કે હૈ કોૈન, હમ સાથ સાથ હૈ અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો આપી છે. હવે તે સૂરજ સાથે પાંચમી ફિલ્મ કરશે. સૂરજે સલમાનને એક આઇડિયા સંભળાવ્યો છે, સલમાનને આ કહાની ખુબ પસંદ પડી છે. હવે સ્ક્રિપ્ટ લખાવનું કામ શરૂ થયું છે. સૂરજ કહે છે સલમાનની ઇચ્છા લાંબા સમયથી સાથે કામ કરવાની હતી. આથી ખાસ કહાની લખવામાં આવી રહી છે. આ ફિલ્મ એકશન નહિ પણ પારિવારીક હશે. ભરપુર ઇમોશન અને ડ્રામા પણ હશે. હાલમાં સૂરજ પોતાના પુત્ર અવનીશને લઇને 'હમચાર' રિલીઝ કરવાના કામમાં વ્યસ્ત છે. અવનીશે આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે.

(9:34 am IST)