Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે જ્હાન્વી

મરાઠી ફિલ્મની હિન્દી રિમેક ધડકમાં કામ કરીને બોલીવૂડમાં પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી ચુકેલી જ્હાન્વી કપૂર હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરશે. બોની કપૂરની લાંબા સમયથી ઇચ્છા હતી કે તે બોલીવૂડની બ્લોક બસ્ટર ફિલ્મ પિન્કની તમિલ રિમેક બનાવે. આ કામ હવે હાથ પર લઇ લેવાયું છે. તમિલ ફિલ્મમાં અમિતાભ બચ્ચનવાળો રોલ અજીતને અપાયો છે. જ્હાન્વી કપૂર પણ આ ફિલ્મમાં કામ કરશે. જો કે તેનો મુખ્ય રોલ નથી. પણ ફિલ્મની કહાની માટે તેનો રોલ ખાસ મહત્વનો છે. પિન્કની રિમેકનું નામ 'ફિફટી નાઇન' રખાયું છે. કોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ ઉભી કરવા માટે જ્હાન્વી માટે ખાસ તક ઉભી છે. આ ફિલ્મનું નિર્દેશન એચ. વિનોદ કરી રહ્યા છે. શુટીંગ જલ્દી શરૂ થશે.

(9:33 am IST)
  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST

  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST