Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો, વિરાટ કોહલી પિતા બન્યો

ક્રિકેટર-અભિનેત્રી દંપતી પર અભિનંદનની વર્ષા : ૨૦૧૭માં બંને સેલિબ્રિટી લગ્ન બંધનમાં બંધાયા હતા સોમવારે બપોરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રીનો જન્મ

મુંબઈ, તા.૧૧ : ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માના ઘરે દિકરીનો જન્મ થયો છે. વિરાટ અને અનુષ્કાના કરોડો ચાહકો પણ પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરી અવતરી છે. અનુષ્કાના અવરાતનારા બાળકને લઈને ભવિષ્યવાણી થઈ હતી. જાણિતા જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરૂજીએ કહ્યું છે કે, વિરાટ અને અનુષ્કાના ઘરે એક નાની પરી જન્મ લેશે. જે આજે સાચી પડી છે. સમાચારથી ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. લોકો ખુશખબર સાંભળીને ખુબ ખુશ થયા છે. વિરાટ કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવી રહ્યા છે. અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની દીકરીનો જન્મ મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં આજે બપોરે થયો હતો. વિરાટ કોહલીએ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. અને દીકરીના આગમનની જાણકારી આપી હતી.

વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમે બંનેને વાતની જાણકારી આપતા ખુશી થાય છે કે આજ બપોરે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે આભારી છીએ. અનુષ્કા અને દીકરી બંને સ્વસ્થ છે. અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી હતો. બધા ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.લ્લ

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં તે 'બુલબુલલ્લનું પ્રમોશન કરતી હતી. એકવાર ઝૂમ કૉલ પર તે પ્રમોશન કરતી હતી ત્યારે અચાનક તેની તબિયત ખરાબ થઈ અને તેને વોમિટિંગ જેવું થવા લાગ્યું હતું. તેણે તરત વીડિયો ઑફ કરીને તેના ભાઈ કર્ણેશ શર્માને મેસેજ કર્યો હતો. જો તે સેટ પર કે સ્ટૂડિયોમાં હોત તો દરેકને વાતની ખબર પડી ગઈ હોત.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૧૧ ડિસેમ્બરે ૨૦૧૭માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.અનુષ્કા તથા વિરાટે ગુડ ન્યૂઝની જાણ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરીને કરી હતી. અનુષ્કાએ લખ્યું હતું, 'અને પછી, અમે ત્રણ થઇ જશું. જાન્યુઆરી ૨૦૨૧માં આવી રહ્યું છે.

અનુષ્કા શર્માએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના તે માત્ર ટોસ્ટ તથા ક્રેકર્સ ખાતી હતી. હવે છેલ્લા મહિનામાં તે વડાપાઉં તથા ભેળપૂરી ખાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. ડિલિવરી બાદ અનુષ્કા મે મહિનામાં કામ પર પરત ફરશે.

(7:32 pm IST)
  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST

  • ખેડૂત નેતાઓએ ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં કોઈપણ અડચણ નહિં કરવા ખાત્રી આપી : સાથોસાથ દિલ્‍હીના રામલીલા મેદાનમાં ધરણા કરવા દેવા સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી access_time 12:35 pm IST

  • વિરાટ કોહલી પિતા બન્યાઃ પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમના પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના આગમનથી પરિવારમાં ઉત્સાહ છવાયો છે. access_time 4:44 pm IST