Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

એમએકસ પ્‍યેયરના અનોખા રીયાલીટી શો ‘ધ વોર ઓફ ટેલેન્‍ટ'ની ભારે જમાવટ

નાટક, ફિલ્‍મ, એકટીંગ, સીંગીગ, ડાન્‍સીંગનો એક જ સ્‍થળે સમન્‍વય : અદ્દભુત પ્રયોગ

રાજકોટ તા. ૧૧ : મનોરંજનની દુનિયામાં નિતનવા રચનાત્‍મક શો લગાતાર આવી રહ્યા છે, અને હવે એમાં એક નવુ નામ જોડાયુ છે. એમએકસ પ્‍યેયરના નવા અને અનોખા રીયાલીટી શો ‘ધ વોર ઓફ ટેલેન્‍ટ'નું.

૬ જાન્‍યુઆરીએ આ શો રીલીઝ થઈ ચૂક્‍યો છે.જે બધા લોકો ફ્રીમાં જોઈ શકે છે. ભારતના રીયાલિટી શોના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર જ આ શોમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્‍યો છે. જેમાં એક જ સ્‍ટેજ પર, એક જ સમયે નાટક અથવા શોર્ટ ફિલ્‍મની પ્રસ્‍તુતિ સાથે, એક્‍ટર કન્‍ટેસ્‍ટન્‍ટ અભિનય કરે છે, સિંગર કન્‍ટેસ્‍ટન્‍ટ સિચ્‍યુએશનને અનુરૂપ ઓરીજનલ ગીત ત્‍યાં લાઈવ ગાય છે, અને એ જ સમયે ડાંસર્સ કન્‍ટેસ્‍ટન્‍ટસ ત્‍યાં સીનને અનુરૂપ ગ્રુપ ડાન્‍સ પણ કરે છે. ભારતમાં આ એક નવો, અનોખો અને અદભુત પ્રયોગ છે. વિદેશમાં આ પ્રકારના શો ને બ્રોડ-વે કહેવામા આવે છે.

આ શોના પ્રણેતા અને જનેતા કહો તો એ બોલિવૂડના ફેમસ ડાયરેક્‍ટર અને કોરીયોગ્રાફર પરાગ અને પ્રયાસ ચૌધરી નામના જોડિયા ભાઈઓ છે. જેઓ આ યુનિક કોન્‍સેપ્‍ટ અને શોના ડાયરેક્‍ટર-એડિટર પણ છે. શોના પ્રોડ્‍યુસર્સ ઈન્‍દોર બેઝડ બિઝનેસમેન રોહિત અને સોહિત મૈથિલ નામના જોડિયા ભાઈઓ છે. જયારે શોના ડિસ્‍ટ્રિબ્‍યુટર જોય ટીવી છે.

આ શો માટે ભારતના લગભગ દરેક વિસ્‍તારમાંથી આશરે ૫૦૦૦ પ્રતિભાશાળી કન્‍ટેસ્‍ટન્‍ટસના ઓડિશન લેવામાં આવ્‍યા હતા, જેમાથી છેલ્લે ૧૫૦ કન્‍ટેસ્‍ટન્‍ટસ સીલેકટ થયા હતા અને આ બધાએ પોતપોતાના હુનરમાં ગજબના પર્ફોર્મન્‍સ આપ્‍યા છે. અઢી વરસ પહેલા આ શો માટે રાજકોટમાં પણ ઓડિશન થયા હતા અને ૩૬ એપિસોડસની આ પહેલી સિઝનમાં ગુજરાતનાં અમુક કન્‍ટેસ્‍ટન્‍ટસ પણ પોતાના હુનરના જલવા દેખાડી ચૂક્‍યા છે.

શોના મુખ્‍ય જજ તરીકે બોલિવૂડના મશહૂર સંગીતકાર ઈસ્‍માઈલ દરબાર  (હમ દિલ દે ચૂકે સનમ), ફેમસ એક્‍ટ્રેસ અને મોડેલ મુગ્‍ધા ગોડસે અને ફેમસ યંગ કોરીયોગ્રાફર સલમાન યુસુફ ખાન જોડાયા છે અને શોના હોસ્‍ટ ફેમસ એક્‍ટર રાહુલ દેવ છે.

શોમાં ફેમિલી વ્‍યુયર્સને ધ્‍યાનમાં રાખીને બધી વાર્તાઓ એવી રીતે રજૂ કરાઈ છે કે બાળકોથી લઈને મોટેરાઓ પણ આ શોનો આનંદ માણી શકે. ૩૬ એપિસોડમાં કોમેડી, લવ સ્‍ટોરીઝ, થ્રીલર, હોરર અને સોશ્‍યલ મેસેજવાળી અલગ અલગ પ્રકારની સ્‍ટોરીઓ / એક્‍ટ રજૂ કરાયા છે. કોઈ રીયાલિટી શો માટે ૪૦ ઓરીજનલ સોંગ્‍સ બન્‍યા હોય એવો ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ છે.

શોના મુખ્‍ય સ્‍ક્રીપ્‍ટ રાઇટર અને ગીત લેખક મૂળ ઉપલેટા અને જુનાગઢના વતની ઇર્શાદ દલાલ છે, જેમણે છેલ્લા ૧૫ વરસોમાં બોલીવૂડ અને ગુજરાતી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં ઘણું કામ કર્યું છે. એમણે આ શોમાં ૩૪ ઓરીજનલ સ્‍ક્રીપ્‍ટ્‍સ અને ૩૦ ઓરીજનલ સોંગ્‍સ લખ્‍યા છે.

બહુ જલ્‍દી આ શોની સીઝન ૨ ની જાહેરાત કરવામાં આવનાર છે અને આ માટે ફરી એક વાર દેશના અલગ અલગ ભાગોની સાથે ગુજરાતમાં પણ ઓડીશન્‍સ રાખવામાં આવશે.

શોના ડાયરેક્‍ટર્સ બંધુ અને લેખક ઇર્શાદ દલાલ ગુજરાતની જનતાને આ શોને જબરદસ્‍ત રીસ્‍પોન્‍સ આપી સુપરહિટ બનાવવાની વિનંતી કરે છે કે જેથી કરીને આપણા ગુજરાતનાં પ્રતિભાશાળી કલાકારોને સેકન્‍ડ સીઝનમાં પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળે.

(4:53 pm IST)
  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST

  • વેકસીન સેન્ટરો ઉપર ખાસ ત્રણ રૂમોની વ્યવસ્થા : ૧૬ તારીખથી કોરોના વેકસીન અપાયા પછી કેટલોક સમય લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવશે : તત્કાળ સારવારની સુવિધા : કોઇ સમસ્યા થશે તો તાત્કાલિક સારવાર અપાશે : વેકિસન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાયા છે, વેઇટીંગ રૂમ, વેકિસન અને ઓબ્ઝર્વેશન રૂમ હશે : કોરોનાની વેકિસનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મહત્વની જાહેરાત access_time 11:46 am IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,447 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,79,879 થઇ :એક્ટિવ કેસ 2,13,546 થયા: વધુ 18,502 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01 ,10,634 થયા :વધુ 166 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,364 થયો access_time 1:00 am IST