Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

હવે સફળતા ઝીરો કિમીના ટ્રેલરે દર્શકોમાં મચાવી ધૂમ

ધર્મેશની ડાન્સ પર ગુજરાતી ફિલ્મ

અમદાવાદ, તા.૧૧ : નવા વિષય સાથે ડાયરેક્ટર તરીકે તેની પ્રથમ મુવી સફળતા ૦(ઝીરો) કિમી લઈને આવી રહયા છે ડાયરેકટ અક્ષય યાજ્ઞિક, આ પહેલી ગુજરાતી ડાન્સ ઉપર આધારિત મુવી છે જેમા ડાન્સર તરીકે આવેલા અને હાલમાં આખા દેશમાં ધર્મેશ સરના નામથી ફેમસ એવા ધર્મેશ યેલાંડેની પેહલી ડાંસ પર આધારિત ગુજરાતી ફિલ્મ છે. એક નવા અને તાજગીભર્યા વિષય સાથે સફળતા ઝીરો કિમી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝીક અમદાવાદમાં લોન્ચ થયુ ત્યારે દર્શકોમાં તેણે જાણે ધૂમ મચાવી દીધી હતી. ખાસ કરીને ધર્મેશ સરના ડાન્સ અને તેમની અદાકારીને લઇ સૌકોઇ ભારે ઉત્સાહિત છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અર્બન ગુજરાતી મુવી સાથે મળીને ખૂબ જ મોટું માર્કેટ તૈયાર થઈ રહ્યું છે. દર્શકોને સારી મુવી જોઈ શકે તે માટે નવા ડાયરેક્ટરો સારા વિષયો સાથેની મુવી બનાવી રહ્યા છે.

       ફિલ્મ સફળતા ઝીરો કિમીનું ટ્રેલર દિમાગ પર છાપ છોડી દે છે. અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ સફળતા ઝીરો કિમીનું ટ્રેલર, સંગીત અને પોસ્ટર લોન્ચ થયું ત્યારે ધર્મેશ સર સહિત ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ પણ ખાસ હાજર રહી હતી અને પોતાના અનુભવો અને પ્રતિક્રિયા શેર કર્યા હતા. ધર્મેશની આ ઉદ્યોગમાં શરૂઆતથી જલ્દી દિલ જીતી લેશે. ઉલ્લેખનીય છે કે, ધર્મેશ સર તરીકે જાણીતા ધર્મેશ ગુજરાત રાજયના બરોડાના વતની છે, તેમની પાસેથી ડાન્સમાં દોષરહિત પ્રદર્શન થવાની ખાતરી છે. તે અક્ષયના દિગ્દર્શક પણ છે. નૃત્ય-નાટકની આવી અસાધારણ દ્રષ્ટિથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અક્ષય તેના પ્રેક્ષકોને નવીન વિચારો સાથે મનોરંજન પૂરુ પાડશે. આ ફિલ્મ ઉદ્યોગ માટે એકદમ આશાસ્પદ લાગે છે, જેની રજૂઆત સાથે તે ગુજરાતી સિનેમાના અવતારમાં પ્રવેશ કરશે.

            આ ફિલ્મમાં ધર્મેશ વ્યાસ, કુરુશ દેબુ, નિકિલ મોદી જેવા ગુજરાતના કેટલાક જાણીતા કલાકારો છે. આ મુવી આખી મારી લાઇફ ઊપર આધારીત છે મારી લાઈફની શરૂઆત ભરૂચ, ગુજરાતથી થઈ હતી. આ વાત  મારા માટે એક સ્વપ્ન સમાન છે કે હું ગુજરાતી મુવીમાં ડેબ્યુટ કરી રહ્યો જે મારી માતૃભૂમિને સમર્પિત છે. ધર્મેશ તેની અક્ષય સાથેની પહેલી મુલાકાત સમયે થયેલી વાત કરતા કહે છે કે, મારું હમેશા એક સ્વપ્ન રહ્યું છે કે, હું ગુજરાતી ફિલ્મોમા કામ કરૃં, જયારે  અક્ષય મારી પાસે આ મુવીની વાત લઈને આવ્યા ત્યારે હું ખાલી તેમને માત્ર ૧૫ મિનિટ જ આપી હતી અને આખા મુવીની શરૂઆતથી લઈને મુવીનો એન્ડ કેવી રીતે થાય છે તે માટે.

(9:35 pm IST)