Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

તાનાજી : ધર અનસંગ વેરિયર ફિલ્મ જોયા બાદ સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર તેના પિતાને 'સરદારજી સરદારજી' કહીને બોલાવે છે

નવી દિલ્હી : બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ તાનાજી' : ધ અનસંગ વોરિય(૧૦ જાન્યુઆરી)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં તેમની સાથે વાઇફ કાજોલ પણ વર્ષો પછી પણ પડદા પર જોવા મળી રહી છે. ફિલ્મમાં જયાં અજય દેવગણ 'તાનાજી' અને કાજો 'તાનાજી'ની પત્ની સાવિત્રીબાઇની ભૂમિકામાં છે. તો બીજી તરફ હવે આ ફિલ્મને જોયા બાદ સૈફના પુત્ર તૈમુર અલી ખાનનું રિએકશન પણ સામે આવ્યું છે, જે ખૂબ મજેદાર છે. તાજેતરમાં મીડિયા સાથે વાતચીતમાં સૈફે જણાવ્યું કે ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયર જોયા બાદ તૈમુર તેમને 'સરદારજી સરદારજી' બોલીને બોલાવે છે. તૈમુરનું આ રિએશન એટલા માટે વ્યાજબી છે કારણ કે આ ફિલ્મ તેમની પિતા સૈફના વાળ અને દાઢી બંને ખૂબ લાંબા છે. ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયરની કહાની વાત કરીએ તો આ ફિલ્મ ૧૭મી સદી પર આધારિત એક વીર યોદ્ધાની ગાથા વ્યકત કરે છે. ઓમ રાઉતે તાનાજી : ધર અનસંગ હીરો વડે બોલીવુડ ફિલ્મ નિર્દેશનમાં પગ મૂકવાની સાથે જ સાબિત કરી દીધું છે તે એક સારી પીરિયડ ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મના એક એક સીન પર ઓમ રાઉતે બારીકાઇથી કામ કર્યું છે. આ ફિલ્મ મરાઠાઓની શૂરવીરતા બતાવવામાં પૂરી સફળતા મળી છે. ચોક્કસ, ઘણીવાર ઐતિહાસિક ફિલ્મો ખાસ કરીને યુદ્ધ પર બનેલી ફિલ્મ બોજારૂપ અને કંટાળાજનક થઇ જાય છે, પરંતુ તાનાજી જોઇને તમને એવું નહી લાગે. થોડા દિવસો બાદ સૈફ અલી ખાન એટલા સારા રોલમાં જોવા મળી રહ્યા છે, અથવા એમ કહીએ કે તે મોટા પડદા પર લાંબા સમય બાદ પોતાની મજબૂત એન્ટ્રી નોંધાઇ રહ્યા છે. આ તેમના માટે ખાસ વિજયથી ઓછું નથી.

(5:51 pm IST)