Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

રાજસ્થાનમાં કરમુક્ત જાહેર થઇ 'છપાક'

મુંબઈ: રાજસ્થાન સરકારે દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'છાપક' માટે મનોરંજન કરમાંથી મુક્તિ જાહેર કરી છે. શુક્રવારે રાત્રે સરકારે આ મામલે નિર્ણય લીધો હતો.મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ વિશે પત્રકારોને જણાવ્યું હતું કે, લોકોએ ફિલ્મને કરમુક્ત હોવાનું આવકાર્યું છે અને આ ફિલ્મ લોકોને શિક્ષિત કરશે. નોંધનીય છે કે આ ફિલ્મ એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલની વાર્તા પર આધારિત છે.

(4:46 pm IST)