Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

શું ખરેખર 2019ના ઓસ્કર ઍવૉર્ડમાં કોઈ એન્કર કે હોસ્ટ નહીં હોય..?

મુંબઈ:ઓસ્કાર એવોર્ડ સમિતિએ જાહેર કર્યું હતું કે ૨૦૧૯ના ઓસ્કાર એવોર્ડ સમારોહમાં કોઇ એન્કર કે હોસ્ટ નહીં હોય. છેલ્લાં ૩૦ વર્ષમાં પહેલીવાર આવો નિર્ણય લેવાયો હોવાનું ઇઓનલાઇન ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.અત્યાર અગાઉ કોમેડિયન કેવિન હાર્ટની વર્ષના એન્કર તરીકે જાહેરાત થઇ હતી પરંતુ કેવિન હાર્ટ પર જાતીય ગેરવર્તનનો આક્ષેપ થતાં અને કોર્ટ કેસ થતાં એણે સમારોહના એન્કરપદેથી ખસી જવાની ઔપચારિક જાહેરાત કરી હતી. હવે ઓસ્કાર એવોર્ડ સમિતિએ એવી જાહેરાત કરી હતી કે વરસે ઓસ્કાર સમારોહમાં કોઇ હોસ્ટ નહીં હોય.છેલ્લાં ત્રીસ વર્ષમાં પહેલીવાર આવો આકરો નિર્ણય લેવાની ઓસ્કાર સમિતિને ફરજ પડી હતી. સમિતિના પ્રવક્તાએ કહ્યું કે હવે આમ પણ અમારી પાસે સમય ઓછો છે અને અમે બીજા કોઇ સ્ટારને એન્કર બનવા તત્કાળ સમજાવી શકીએ એવી સ્થિતિ રહી નથી.

(5:23 pm IST)