Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અંતે સન્ની દેઓલની ફિલ્મ 'મોહલ્લા' સેન્સરમાં થઇ પાસ

મુંબઇ: લાંબા સમયથી કાનૂની જંગમાં અટવાઇ પડેલી અભિનેતા ફિલ્મ સર્જક સની દેઓલની ફિલ્મ મોહલ્લા અસીને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપીને પાસ કરી હોવાની જાણકારી મળી હતી. નિર્માતા વિજય તિવારીએ મિડિયાને માહિતી આપતાં કહ્યું કે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની જંગમાં અમારો વિજય થયો હતો અને કોર્ટે સેન્સર બોર્ડને સર્ટિફિકેટ આપીને અમારી ફિલ્મ રિલિઝ કરવાની રજા આપવાનો આદેશ આપ્યો હતો. નવલકથાકાર કાશી નાથ સિંઘની કાશી ઇઝ અસી નામની નવલકથા પર આધારિત ફિલ્મ છેક ૨૦૧૧માં શરૃ થઇ હતી. એમાં સની દેઓલ, સાક્ષી તંવર અને રવિ કિસન ચમકી રહ્યાં છે. ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ એનું ડાયરેક્શન સંભાળ્યું હતું.
 

(5:32 pm IST)