Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ફિટનેસને લાઇફ-સ્ટાઇલ માને છે સની લીઓની

તે કહે છે ઇન્ડીયામાં પનીર, ઘી, ડ્રાયફૂટસ, વડાપાઉ, સમોસા બહુ ખવાય છે અને સારા લાગે છેઃ પરંતુ લાંબુ અને સ્વસ્થ જીવવા એ યોગ્ય નથી

મુંબઇ તા. ૧૧ : કેનેડામાં જન્મેલી ભૂતપુર્વ અમેરિકન પોર્નસ્ટાર અને હવે ઇન્ડિયન એકટ્રેસ સની લીઓની છેલ્લે અરબાઝ ખાન સાથે તેરા ઇન્તઝારમાં દેખાઇ હતી. આ ફિલ્મ ધારણા મુજબ હિટ થઇ નહોતી. એની રિલીઝ બાદ સની એક મહિનો સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં હતી. હાલમાં  એક ચેનલના લોન્ચ કાર્યક્રમમાં સનીએ પોતાની ફિટનેસનાં રહસ્યો સાથેની વાતચીતમાં ખોલ્યા.

પોતાના ફિટનેસ ફન્ડા વિશે બોલતાં સનીએ કહયુ હતુ કે છેલ્લા ૩૦ દિવસ કેપટાઉનમાં હુ સેલડ, ફૂટસ સૂપ એ બધુ જ ખાતી-પીતી હતી. ડેઇલી ૯૦ મિનિટ હું જિમ કરતી. પર્સનલ ટ્રેઇનર હતો, પરંતુ આ સંભાળ માત્ર બે સપ્તાહ કે એક મહિના માટે નથી. મારા માટે ફિટનેસ એક લાઇફ-સ્ટાઇલ છે. હુ માનુ છુ કે ફિટનેસ લાઇફ સ્ટાઇલની શરૂઆત શરીરથી નહી, મગજથી થાય છે. તમારે શરૂઆતથી જ મગજમાં એ ઠસાવી નાખવુ પડશે. તંદુરસ્ત જીવવા માટે શરીરની સાથે હૃદય પણ એટલું જ જરૂરી છે, કેમ કે ઇન્ડિયામાં પનીર, ઘી, ડ્રાયફૂટસ, વડાપાઉ, સમોસા આ બધુ આપણને બહુ જ ભાવે છે, પરંતુ આ બધુ શરીર અને હૃદય માટે સારૂ નથી. જો તમારે લાંબુ જીવવુ છે અને ચુસ્ત-તંદુરસ્ત હૃદય સાથે જીવવું છે તો તમારે મન-મગજથી કંટ્રોલ કરવો પડશે.તું કઇ રીતે આ બધુ મેઇન્ટેઇન કરે છે એવા સવાલના જવાબમાં સનીએ કહયુ હતું કે આબ ધુ મેઇન્ટેઇન કરતા ઘણાં વર્ષો લાગ્યા છે. હુ વરસોથી હેલ્ધી ફિટનેસને ફોલો કરતી આવી છુ હુ શુટિંગ અને ટ્રાવેલિંગ સહિત બાર થી પંદર કલાક જેટલું કામ કરુ છુ. આટલુ કામ કરવાની સાથે જો તમે યોગ્ય ખોરાક ન લો તો પ્રોબ્લેમ થઇ શકે છે. માત્ર યોગ્ય ખોરાક જ નહીં, એ પછી એટલી જ એકસરસાઇઝ પણ જરૂરી છે. હુ તો કહુ છુ કે અનિવાર્ય છે. નહીંતર એ એનર્જી કયારેય નહી આવે, ગમે એટલી ટ્રાય કરો.

(11:35 am IST)