Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

દિલજીત દોસાંજ હવે સોનાક્ષી, કરણ, લારા સાથે કરશે કોમેડી

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે બોલીવૂડમાં પણ કદમ જમાવી લીધા છે. હવે તે મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ 'બૂમ બૂમ ઇન ન્યુયોર્ક'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, કરણ જોહર, લારા દત્તા, રિતેશ દેશમુખ અને દિલજીત દોસાંજ કોમેડી કરી રહ્યા છે. ખાસ બાબત એ છે કે બૂમ બૂમ ઇન ન્યુયોર્ક થ્રી-ડી ફિલ્મ છે. જે ૨૩મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. બોલીવૂડના ટ્રેડ એકસપર્ટ તરણ આદર્શએ ટ્વિટર પર જણાવ્યું હતું કે બૂમ બૂમ ઇન ન્યુયોર્કની કહાની આઇફા એવોર્ડની આસપાસ ઘૂમે છે. ફિલ્મમાં કરણ જોહર પોતાનું અસલી જિંદગીનું પાત્ર જ ભજવી રહ્યો છે. લારા દત્તા મેનેજમેન્ટ કંપનીની હેડ બની છે. લારાએ કહ્યું હતું કે ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ ન્યુયોર્કમાં થયું છે. મેં આવી ફિલ્મ પહેલીવાર કરી છે.

(9:31 am IST)