Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સફળતાને મારા પર હાવી થવા દીધી નથીઃ અક્ષય

અક્ષય કુમાર બોકસ ઓફિસ પર સફળતાની ગેરેંટી બની ગયો છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેની ફિલ્મો ધડાધડ ફલોપ નિવડતી હતી. તે કહે છે હું જ્યારે સફળ નહોતો ત્યારે લોકો એવા સવાલ કરતાં હતાં કે મને સમજાતું નહોતું કે જવાબ શું આપવો. એક ચેનલના રિપોર્ટરે મને પુછેલુ કે અક્ષય તારી ફિલ્મો સતત ફલોપ થઇ રહી છે, હવે તું શું કરવાનો છે? આગળ કામ કરીશ કે નહિ? તને કેવું લાગે છે? ત્યારે મેં તેને એવો જ જવાબ આપ્યો હતો કે મને એવું જ લાગે છે જેવું તમને લાગે છે, કે જ્યારે તમારી ચેનલની ટીઆરપી નથી આવતી. એક વખત તો એક ફિલ્મમાં મને અને બીજા એકટરને રોલ સરખો મળ્યો હતો પરંતુ હોટેલમાં એને સ્યુટ અને મને સિંગલ રૂમ અપાયો હતો. તેને કાર અપાઇ હતી અને મને બસમાં આવવા કહેવાયું હતું. આજે એટલે જ મેં સફળતાને મારા પર હાવી થવા દીધી નથી. અક્ષયની પૈડમેન, ૨.૦, ગોલ્ડ જેવી ફિલ્મો કતારમાં છે.

(9:28 am IST)