Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અભિનેત્રી કંગના રનૌતના બહેન રંગોલી ચંદેલે આલિયા ભટ્ટ ઉપર એવોર્ડ ફિક્સીંગનો આરોપ લગાવ્યો

મુંબઇ : બોલિવૂડ એક્ટર કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયામાં પોતાની કમેન્ટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રંગોલી પોતાની ટ્વિટથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓને ટાર્ગેટ બનાવે છે અને એમાંથી એક છે આલિયા ભટ્ટ. રંગોલીએ ફરી એકવાર આલિયાને ટાર્ગેટ બનાવી છે. હકીકતમાં આલિયાને 2019માં બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડથી નવાજવામાં આવી છે. રંગોલીએ આલિયાનો એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. રંગોલીની ટ્વિટ પ્રમાણે આલિયાને આ અવોર્ડ તો ફંક્શનના કેટલાક કલાકો પહેલાં જ મળી ગયો છે.

રંગોલીએ પોતાની ટ્વીટમમાં આલિયા માટે લખ્યું છે કે, 'ચાલો એટલી ઇમાનદારી તો છે કે આ કામ છુપાઈને કરી રહી છે, બધાની સામે નહીં. સારું લાગ્યું કે અંદર કંઈક તો છે જે જાહેરમાં કંઈક ખોટું કરતા આલિયાને રોકે છે.'

રંગોલી પહેલાં એની બહેન કંગના રનૌત પણ આલિયા પર નિશાન સાધી ચુકી છે. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો હજી આલિયા અને રણબીરને બોલિવૂડના યંગ કલાકાર માને છે, આલિયાની વયે તો મારી માતાને બે સંતાનો હતો અને આ યંગ છે! કંગનાના આ નિવેદન પર આલિયાએ ચુપકિદી સાધી હતી અને કહ્યું હતું કે હું કંગનાના વિચારોનું સન્માન કરું છે. તે જે રીતે પોતાની વાત કરે છે એ વખાણવાલાયક છે, દરેકમાં આ આવડત નથી હોતી.

(5:41 pm IST)