Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દુનિયાની સૌથી વધુ પાવરફુલ મહિલાઓની યાદીમાં પ્રિયંકા ચોપરા ટોપ 100માં

મુંબઇ: પ્રિયંકાચોપરા હાલ પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. ત્યારે તેણે એક વધુ સિદ્ધિ મેળવી છે. તેનો સમાવેશ વિશ્વની સૌથી પાવરફુલલ મહિલાઓની યાદીમાં થયો છે. ફોર્બ્સ દ્વારા ૨૦૧૮ની દુનિયાની સૌથી વધુ પાવરફુલ મહિલાઓની યાદી બહાર પાડવામાં આવી છે.જેમાં પ્રિયંકાએ ૯૪ મું સ્થાન મેળવ્યું છે. વિશ્વની પાવરફુલ મહિલાઓની યાદીમાં પ્રિયંકા સતત બીજા વરસે સ્થાન મેળવી શકી છે. તેની કાર્યપદ્ધતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પ્રિયંકાએ અમેરિકન ટીવી સિરીયલ, હોલીવૂડની ફિલ્મો બોલીવૂડની ફિલ્મો, વિજ્ઞાાપનો તેમજ સમાજિક કાર્યોમાં મોખરે રહી છે. આ સઘળું ધ્યાનમા રાખીને તેનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રિયંકાએ પોતાને મળેલા આ સમ્માનનો પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી ફોર્બ્સનો આભારમાન્યો છે. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે,, '' થેન્ક યુ. 'ફોર્બ્સ દુનિયાની સૌથી પાવરફુલ મહિલાઓનીયાદીમાં મારો બીજી વખતસમાવેશ કરવા માટે હું તમારો આભાર માનું છું. મારા પમનપસંદ કાર્યોમાં હું સતત આગળ વધતી રહીશ.

(7:32 pm IST)