Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સંજય દત્તાએ શરૂ કર્યું ફિલ્મ શમશેરનું શૂટિંગ

મુંબઇ:  સિનિયર અભિનેતા સંજય દત્તે યશ રાજની આગામી ફિલ્મ શમશેરાનું પોતાને ભાગે આવતા હિસ્સાનું શૂટિંગ શરૃ કર્યું હોવાની માહિતી મલી હતી.આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તો રણબીર કપૂર કરવાનો છે. પરંતુ હાલ રણબીર પોતાની કરણ જોહર નિર્મિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે. આ ફિલ્મ ભારતીય સુપરહીરોને રજૂ કરતી ટ્રિલોજીનો પહેલો હિસ્સો છે. સાથોસાથ રણબીર અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલા પોતાના પિતા સિનિયર અભિનેતા રિશિ કપૂરની તબિયતના સમાચારથી વાકેફ રહે છે.એટલે શમશેરાના આ શિડયુલમાં રણબીર કપૂરની ગેરહાજરી ધ્યાન ખેંચતી હતી. પરંતુ એની નિકટનાં સૂત્રોએ કહ્યું કે ટૂંક સમયમાં રણબીર પણ શમશેરાના શૂટિંગ માટે હાજર થશે.મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટિમાં આ ફિલ્મ માટે એક ખાસ કિલ્લાનો ભવ્ય સેટ ઊભો કરાયો છે. ત્યાં શૂટિંગનો આરંભ થયો હતો. પોતાના પરિવારને થયેલા અન્યાય માટે લડતા સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના બહારવટિયા જેવી કથા ધરાવતી આ ફિલ્મમાં રણબીર કપૂર બહારવટે ચડેલા યુવાનનો રોલ કરી રહ્યો છે.આ ઉપરાંત રણબીર અજય દેવગણ સાથે લવ રંજનની નવી ફિલ્મ પણ શરૃ કરવાનો છે.

(7:30 pm IST)