Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ફિલ્મ ઉરી રાજનેતાઓને ખુશ કરવા માટે નથી બનાવવામાં આવી: આદિત્ય

મુંબઇ:યુરી- ધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધરે કહ્યંહતું કે મેં આ ફિલ્મ પોલિટિશ્યનોેને ખુશ કરવા માટે નથી બનાવી, ભારતીય લશ્કરની મર્દાનગીને બિરદાવવા માટે બનાવી છે.૨૦૧૬ના સપ્ટેંબરમાં પાકિસ્તાની લશ્કર પ્રેરિત આતંકવાદીઓએ કશ્મીરના ઉરી વિસ્તારમાં રાત્રે આરામ કરી રહેલા ભારતીય લશ્કરના જવાનો પર ઓચિંતો હુમલો કરીને ૧૮-૧૯ જવાનોની ક્રૂર હત્યા કરી હતી.એના જવાબ રૃપે ભારતીય લશ્કરે પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા વળતો હુમલો કરીને પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ચાલી હેલા સંખ્યાબંધ આતંકવાદી શિબિરોને ખતમ કર્યા હતા. એ ઘટનાને તાદ્રશ કરતી ફિલ્મ આદિત્ય ધરે બનાવી છે જેમાં વીકી કૌૈશલે સર્જિકલ સ્ટ્રાઇકની જવાબદારી અદા કરનારા ભારતીય લશ્કરના વરિષ્ઠ અધિકારીનો રોલ કર્યો છે, રિતિક રોશન સાથે કાબિલમાં અંધ યુવતીનો રોલ કરનારી યામી ગૌતમે આ ફિલ્મમાં આર્મી ઇન્ટેલિજન્સ ઑફિસરનો રોલ કર્યો છે. ફિલ્મ હાલ પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે. આદિત્યે કહ્યંુ કે  ફિલ્મનું ટ્રેલર જોયા પછી ભારતીય લશ્કરના ઘણા અધિકારીઓએ અમને શાબાશી આપી હતી. કેટલાક પોલિટિશ્યનોએ પણ અભિનંદનના સંદેશા મોકલ્યા હતા.

(7:29 pm IST)