Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

2018ની મિસ વર્લ્ડ બની મેક્સિકન બ્યુટી વેનેસા પોન્સ ડી લિયોન : ભારતની 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પહેરાવ્યો તાજ

મુંબઈ:ચીનના સાન્યા શહેરમાં મિસ વર્લ્ડ 2018ના ફાઇનલમાં વેનેસા પોન્સ ડી લિયોન વિશ્વ સુંદરીનો એવોર્ડ જીતવામાં સફળ થઇ ગઇ છે. દેશ દુનિયાના 118 પ્રતિયોગિયોમાંથી મેક્સિકન બ્યૂટી વેનેસા પોંસ ડી લિયોનને આ સફળતા મળી હતી. 2017ની વિશ્વસુંદરી માનુષી છિલ્લરે તેને તાજ પહેરાવ્યો હતો. ભારત તરફથી અનુકૃતિ વાસે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તે ટોપ-12માં પણ સ્થાન બનાવી શકી નહોતી. અનુકૃતિ વાસ મિસ ઈન્ડિયા 2018ની વિનર છે. થાઇલેન્ડની નિકોલને પિશાપા ફર્સ્ટ રનરઅપ તરીકે પસંદગી થઇ હતી.

(7:29 pm IST)