Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

યારિયા ફિલ્‍મના એક્‍ટર હિમાંશ કોહલી અને સિંગર નેહા કક્કડના સંબંધમાં તિરાડ

‘યારિયાં’ ફિલ્મના એક્ટર હિમાંશ કોહલી અને સિંગર નેહા કક્કડના સંબંધોમાં તિરાડ પડી છે. આ જોડીએ એક રિયાલિટી શો દરમિયાન એકબીજા સાથે રિલેશનશીપની વાત કબૂલી હતી પણ હવે ચર્ચા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

એકબીજાને કર્યા અનફોલો

રિપોર્ટ્સનું માનીએ તો નેહા અને હિમાંશે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સાથે જ ખબરો છે કે નેહા હિમાંશ સાથેના વીડિયો અને તસવીરો ડિલીટ કરી દીધી છે.

ડિલીટ કરી હિમાંશ સાથેની પોસ્ટ

બીજી તરફ હિમાંશના અકાઉન્ટ પર નેહા અને તેની ફેમિલી મેમ્બર્સની તસવીરો જોવા મળે છે. જો બરાબર જોવામાં આવે તો નેહાએ હિમાંશ સાથેની છેલ્લી પોસ્ટ 7 નવેમ્બરે મૂકી હતી. હવે બંને વચ્ચે ખરેખર શું ચાલી રહ્યું છે તેનો જવાબ તો તેઓ જ આપી શકે.

વીડિયોમાં દેખાયા હતા સાથે

જણાવી દઈએ કે નેહા અને હિમાંશ એક વીડિયો ‘ઓહ હમસફર’માં સાથે જોવા મળ્યા છે. જ્યારે નેહાને પૂછવામાં આવ્યું કે તે ફરી વખત હિમાંશ સાથે બીજા કોઈ વીડિયોમાં જોવા મળશે તો નેહાએ કહ્યું કે હાલ તો એવું કંઈ નથી.

(5:10 pm IST)