Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અલીને આશાઃ આવતા વર્ષે આવશે મિરઝાપુર-૨

અભિનેતા અલી ફઝલે ગેંગસ્ટર પર આધારીત પોતાની સિરીઝ 'મિરઝાપુર' થકી ખુબ નામના મેળવી છે. અમેઝોન પ્રાઇમ વ્ડિીયો પર આવેલી આ સિરીઝમાં અલીએ ગેંગસ્ટર ગુડ્ડુ પંડિતનો રોલ નિભાવ્યો છે. અલી કહે છે મિરઝાપુરની બીજી સિઝન આવતા વર્ષે આવશે. અલીએ કહ્યું હતું કે સંભવતઃ આવતા વર્ષે બધાને ફરીથી મિરઝાપુરની દુનિયાની સફર કરાવવાની આશા છે. અલી હાલમાં કેટલીક ફિલ્મોનું કામ પુરૂ કરવા ભારત તથા વિદેશમાં દોડધામ કરવાનો છે. નવ એપિસોડ વાળી વેબસિરીઝ  મિરઝાપુરનું નિર્માણ એકસેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરાયું હતું. જેમાં પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેૈસી, દિવ્યેન્દુ શર્મા, રસિકા દુગ્ગલ, શ્રિયા પિલગાંવકર અને શ્વેતા ત્રિપાઠીએ રોલ નિભાવ્યો હતો.

(10:40 am IST)