Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

'આંખ મારે' ગીતમાં સારા-રણવીરનો જબરદસ્ત ડાન્સ

રણવીરસિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બાનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ એક હિટ ગીતને રિક્રેએટ કરીને લેવામાં આવ્યું છે. 'આંખ મારે હો લડકા...' નામનું ગીત રણવીર અને સારા પર ફિલ્માવાયું છે.બંનેને જબરદસ્ત ડાન્સ મુવ્સ આપ્યા છે.  ફરીથી બનાવાયેલા આ ગીતમાં થોડો ફેરફાર કરીને વધુ લાજવાબ બનાવાયું છે. સારાનું આ પહેલુ ડાન્સ સોંગ છે. તેની ચુલબુલી હરકતો તેની માતા અમૃતાની યાદ અપાવી દે તેવી છે. આંખ મારે હો લડકા...ગીત ૧૯૯૬માં આવેલી ફિલ્મ 'તેરે મેરે સપને'માં અરસદ વારસી પર ફિલ્માવાયું હતું. એ વખતે પણ આ ગીત સુપરહિટ નિવડ્યું હતું. હવે આ ગીત સિમ્બામાં ધમાલ મચાવશે. સિમ્બા પહેલા સારાની કેદારનાથ રિલીઝ થઇ છે. આ ગીતમાં તુષાર કપુર, અરશદ વારસી, કૃણાલ ખેમુ, શ્રેયશ તલપડે પણ જોવા મળે છે. આ ચારેય હાથનો પંજો દેખાડે છે. તે જોતાં રોહિત ગોલમાલ-૫ બનાવે તેવું જણાય છે.

(10:37 am IST)