Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની પોલીસે ધરપકડ : મોડલે લગાવ્યો મારઝૂડનો આરોપ

મુંબઈ: મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પૂનમે તેના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે સોમવારે સાંજે સેમની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે ફરિયાદ નોંધાયા બાદ પૂનમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મુંબઈ પોલીસે કહ્યું કે 'સેમ બોમ્બે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રીને તેના માથા, આંખો અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે.પૂનમ અને સેમ વચ્ચેના ઝઘડા વિશે વધુ જાણી શકાયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

(5:16 pm IST)