Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વધુ એક સિઝલીંગ આઇટમ સોંગમાં નોરાઃ કુસુ કુસુ ગીત થયું રિલીઝ

મુંબઇ તા. ૧૦: અભિનેત્રી નોરા ફતેહી વધુ એક વખત ડાન્સ ફલોર પર ધમાલ મચાવવા તૈયાર છે. સત્યમેવ જયતે-૨માં તેના પર ફિલ્માવાયેલુ ગીત કુસુ કુસુ આજ રિલીઝ થઇ ગયું છે. મિલાપ ઝવેરી નિર્દેશીત આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને દિવ્યા કુમાર ખોસલાની મુખ્ય ભુમિકા છે.  મિલાપની ફિલ્મોમાં અગાઉ પણ નોરાએ દિલબર દિલબર અને એક તો કમ જિંદગાની જેવા હોટ-હિટ સિઝલીંગ આઇટમ સોંગ આપ્યા છે. હવે તેની સાથે ત્રીજી વખત આવા એક ગીત દ્વારા ધમાલ મચાવશે. આ ગીતને ઝારા ખાન અને દેવ નેગીએ ગાયુ છે. તનિષ્ક બાગચી દ્વારા રચીત અને લિખીત આ ઓરિજીનલ ગીત છે. નોરા કહે છે સત્યમેવ જયતેનું મારા જીવનમાં ખાસ સ્થાન છે. આ કારણે જ હું સત્યમેવ જયતે-૨ સાથે સામેલ થઇ છું. દિલબર દિલબર...ની સફળતા પછી દિલરૂબા સાથે ફરીથી આવવાનું સારુ લાગ્યું છે. મિલાપ, નિખીલ અને ભુષણજીએ મને ફરી તક આપી એ માટે હું આભારી છું. મિલાપે કહ્યું હતું કે નોરા પોતાની સુંદરતા અને ડાન્સથી વધુ એક વખત બધાને મંત્રમુગ્ધ કરશે. ૨૫મી નવેમ્બરે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(2:36 pm IST)