Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

રાની મુખર્જીએ હિચકી માટે જીત્યો મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીનો એવોર્ડ

ફિલ્મે લગભગ 250 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતુ.

મુંબઈ : બોલીવુડની અભિનેત્રી રાની મુખર્જીએ ફરી પોતાના ટેલેન્ટને સાબિત કરી બતાવ્યું છે. એક સમય પર મોસ્ટ સક્સેસફુલ હીરોઈન્સની લિસ્ટમાં ટોપ રહેલી રાનીને હાલમાં જ સૌથી પ્રભાવશાળી સિનેમા પર્સનાલિટી એવોર્ડથી નવાજવામાં આવી છે. તેને આ એવોર્ડ ફિલ્મ હિચકી માટે મળ્યો છે.

સાઉથ-ઈસ્ટ એશિયામાં આયોજીત એક એવોર્ડ શોમાં રાનીને ઘ મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ સિનેમા પર્સનાલિટી એવોર્ડથી સમ્માનવામાં આવી છે. તેને આ એવોર્ડ સિદ્દાર્થ મલ્હોત્રા નિર્દેશિત ફિલ્મ હિચકીમાં સારા અભિનય માટે મળી છે. હિચકી દેશ-વિદેશમાં ખૂબ જ સક્સેસફુલ રહી હતી. ફિલ્મે લગભગ 250 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતુ.

(11:41 pm IST)