Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

આદર જૈનને સ્પેશિયલ ફ્રેન્ડ ગણાવતી તારા સુતરિયા

મુંબઇ : ફિલ્મ સ્ટુડન્ટ ઓ ધ યર-ટૂ દ્વારા રૃપેરી પર્દે પ્રવેશનાર અભિનેત્રી તારા સુતરીયા હાલમાં અમિતાભ બચ્ચને આપેલી દિવાળીની પાર્ટીમા  આકર્ષણનુ કેન્દ્ર બની હતી.  પાર્ટીમા તે આદર જૈન (કરીના કપુરના ફઇનો દિકરો) સાથે આવી હતી.  તેમણ ટીકા ભરેલી ગ્રે કલરની  સાડી પહેરી હતી આવી સાડી થોડા મહિના પહેલા જ કરીનાકપુર ખાન અને કરીશ્મા કપુરે પહેરી હતી.એટલે કે તારાએ નકલ કરી હોય એવી લાગતી હતી. પરંતુ અભિનેત્રીએ બચાવ કરતા જણાવેલ કે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ  મારા માટે આ લૂક તૈયાર કર્યો હતો. અને ટીકા ભરેલી સાડી મને ગમતી હોવાથી મે પસંદ કરી હતી.

અગાઉ  મલઇકા અરોરાની બર્થ ડે પાર્ટીમા પણ તારા  અને આદર જૈન સાથે હતા આથી તેમની વચ્ચે ઇલુઇલુ હોવાની સંભાવના નકારી ન શકાય. તારાએ આ બાબતે ખુલાસો કરતા જણાવેલ કે અમને સાથે સામે સમય પસાર કરવો ગમે છે. વળી અમે બંને ખાવાપીવાના શોખીન છીએ.  એટલે અવારનવાર રેસ્ટોરન્ટમા સાથે હોઇએ છીએ.  દિવાળીએ અમે પહેલીવાર મળ્યા હતા. અમને એકમેકની કંપની ગમે તે મારો સ્પેશ્યલ ફ્રેન્ડ છે.

(12:34 pm IST)