Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

મી ટૂ અભિયાનઃ હૉલીવુડની એક્ટ્રેસ પામેલા એન્ડરસન આવું ફેમિનિઝ્મ ખરાબ છે

 પટના,તા.૧૦ : પાછલા વર્ષે હૉલીવુડમાં પ્રોડ્યૂસર હાર્વે વાઈન્સ્ટીન વિરુદ્ધ શરૂ થયેલ મી ટૂ કેમ્પેઈન આજે આખી દુનિયામાં યૌન ઉત્પીડન વિરુદ્ધ એક મજબૂત અવાજ બની ચૂક્યો છે. હજારો મહિલાઓએ મી ટૂ અંતર્ગત પોતાની સાથે થયેલ દુર્વ્યવહારની ઘટનાઓને દુનિયાની સામે રાખી છે. દુનિયાભરથી દિગ્ગજ લોકોએ આ કેમ્પેઈનનું સમર્થન કર્યું છે, પરંતુ હૉલીવુડની એક્ટ્રેસ પામેલા એન્ડરસને મી ટૂ  ર્ને લઈ અલગ જ વિચાર ધરાવે છે. પામેલા એન્ડરસને મી ટૂ પર પ્રહાર કરતા ફેમિનિઝ્મને બોરિંગ ગણાવ્યું.

બેવોચથી પ્રખ્યાતી પામનાર પામેલા એન્ડરસને એક ઈન્ટર્વ્યૂમાં મી ટૂ અને ફેમિનિઝ્મ પર બોલતા કહ્યું, 'મને લાગે છે કે આ ફેમિનિઝ્મ બહુ દૂર સુધી જઈ શકે છે. હું પણ એક ફિમિનિસ્ટ છું, પરંતુ આ થર્ડ વેવ ફિમિનિઝ્મ બોરિંગ છે. આ પુરુષોને કમજોર કરી દે છે.' હૉલીવુડ એક્ટ્રેસે આગળ જણાવ્યું કે મી ટૂ કેમ્પેઈન મારા માટે થોડું વધુ જ છે. મને માફ કરો. લગભગ પણ આવું કહેવાના કારણે લગભગ કોઈ મારો જીવ લઈ લેશે.

પામેલા એન્ડરસને પ્રોડ્યૂસર હાર્વે વાઈન્સ્ટીન પર લાગેલા આરોપો પર પણ વાત કરી. એમણે કહ્યું , મારી માએ મને શીખવ્યું કે, ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથેહોટલના રૂમમાં ન જવાય. અને જો કોઈ બાથરોબમાં રૂમનો દરવાજો ખોલી રહ્યું છે અને તે એક બિઝનેસ મીટિંગ હતી તો કદાચ મારી બીજા કોઈ સાથે જવું જોઈતું હતું. મને લાગે છે કે કેટલીક ચીજ કોમન સેન્સ હોય છે. એક્ટ્રેસે ઈશારામાં કહ્યું કે વાઈન્સ્ટીનને રૂમમાં મળવા ગયેલ મહિલાઓએ કોમન સેન્સનો ઉપયોગ કરવો જોઈતો હતો.

પાછલા દિવસોમાં ભારતમાં પણ મી ટૂ કેમ્પેઈન જોર પકડી રહ્યું હતું. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલ યૌન ઉત્પીડનના આરોપો બાદ કેટલીય મહિલાઓ સામે આવી હતી. અત્યાર સુધીમાં બૉલીવુડથી આલોકનાથ, નાના પાટેકર, સાજિદ ખાન, વિકાસ બહલ, લવ રંજન, રજત કપૂર, પીયૂષ  મિશ્રા, રોનિત રૉય જેવી કેટલીય મોટી હસ્તીઓનાં નામ યૌન ઉત્પીડનમાં આવ્યાં છે. જ્યારે ભાજપના એમજે અકબર પર પણ કેટલીય મહિલાઓએ આરોપો લગાવ્યા છે. આ કારણે અકબરે પોતાનું કેન્દ્રીય મંત્રીનું પદ પણ ગુમાવવું પડ્યું.

(3:40 pm IST)