Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાને પ્રથમ દિવસે કુલ ૫૨.૨૫ કરોડની કમાણી કરી

 મુંબઈ,તા.૧૦ : હાલમાં જ રિલીઝ થયેલી આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાને બોક્સ ઓફિસ પર તમામ બોલીવૂડ સ્ટાર્સના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે પોતાની પ્રથમ દિવસની કમાણીથી જ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ ફિલ્મે પ્રથમ દિવસે કુલ ૫૨.૨૫ કરોડની કમાણી કરી છે. આ કમાણી સાથે ફિલ્મે એક સાથે ઘણા રેકોર્ડ નોંઘાવ્યા છે.

બોલીવૂડના ઈતિહાસમાં આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવતી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ૨૦૧૪માં આવેલી શાહરૂખની ફિલ્મ 'ઁટ્ઠૅૅઅ દ્ગીુ રૂીટ્ઠિ' ના નામે હતો. આ ફિલ્મે પ્રથમ દિવસે ૪૪.૯૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજો રેકોર્ડ ફિલ્મે બનાવ્યો છે કે આમિર ખાનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મના નામે ત્રીજો રેકોર્ડ એ બન્યો કે યશરાજ બેનર નીચે બનેલી ફિલ્મોમાં સૌથી વધારે ઓપનિંગનો રેકોર્ડ પણ આ ફિલ્મે પોતાને નામે કર્યો છે. ચોથો રેકોર્ડ આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર સૌથી વધારે ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

(3:36 pm IST)