Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમિતાભ બચ્ચને પરિવાર સાથે દિવાળી ઉજવી

 મુંબઈ,તા.૧૦ : બુધવારે ૭ નવેમ્બરે દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બોલિવૂડમાં આ તહેવાલની ચકમ જોવા મળી હતી. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરે છે તે જાણવા આતૂર હોય છે. દિગ્ગજ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટી બોલિવૂડમાં લોકપ્રિય છે. જોકે, સતત બીજા વર્ષે અમિતાભે દિવાળી પાર્ટી આપી નથી. ગયા વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું અવસાન થતાં દિવાળી પાર્ટી આપી નહોતી. આ વર્ષે દીકરી શ્વેતાના સસરા રાજન નંદાનું નિધન થતાં દિવાળી પાર્ટી આપવામાં આવી નથી.

બચ્ચન પરિવારે પોતાના બંગલા મનસામાં લક્ષ્મી પૂજા કરીને દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. અમિતાભ તથા ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં લક્ષ્મી પૂજાની તસવીર શૅર કરી હતી. મનસા બંગલો જલસાની એકદમ પાછળ આવ્યો છે. આ જ બંગલામાં બચ્ચન પરિવાર પાર્ટી આપતા હોય છે. આરાધ્યા બચ્ચન આ બંગલાની લૉનમાં રમતી હોય છે.

અમિતાભ બચ્ચને પોતાના ઘરે લક્ષ્મી પૂજા કરી હતી. આ પૂજાની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. ઐશ્વર્યા-આરાધ્યા વ્હાઈટ આઉટફિટમાં જ્યારે અભિષેક બચ્ચન પાસ્તા-ગ્રીન કુર્તામાં જોવા મળ્યો હતો.

(3:35 pm IST)