Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

બોલીવુડ ફેમ રાખી સાવંતે બિગ બૉસ-૧૨ની મજાક ઉડાવી

 મુંબઈ,તા.૧૦ : ડ્રામા ક્વિન રાખી સાવંતે સલમાન ખાનના રિયાલિટી શૉ બિગ બૉસ-૧૨ની મજાક ઉડાવી છે. એક ઇવેન્ટમાં અર્શી ખાનની સાથે પહોંચેલી રાખીને જ્યારે બિગ બૉસ-૧૨ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેને શૉનો મજાક ઉડાવ્યો હતો.

રાખીએ કહ્યું કે, આ વખતે બિગ બૉસ-૧૨માં કેવા ઠંડા કન્ટેસ્ટન્ટ લઇને આવ્યા છે, આ પછી તેને અર્શી ખાન તરફ જોતા કહ્યું કે, ''બિગ બૉસ મેકર્સે અર્શી ખાનને શૉમાં મોકલવી જોઇએ જો તે શૉમાં જશે તો તબાહી મચાવી દેશે, કેમકે લોકોને ગમતી અર્શી ખાનનું બીજુ નામ તબાહી જ છે.'' રાખીની આ સલાહ સાંભળીને શૉના મેકર્સ પણ ભડક્યા હતા.

વળી બીજી તરફ જ્યારે અર્શી ખાનને પુછવામાં આવ્યું કે તે બિગ બૉસ-૧૨માં કોને સપોર્ટ કરી રહી છે. તો તેને જવાબમાં કહ્યું કે હું શ્રીસંતને સપોર્ટ કરી રહી છું, તે મારો સારો ફ્રેન્ડ છે અને તે ગેમમાં સારી રીતે રમી રહ્યો છે.

(3:34 pm IST)