Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

'નોટબંધી'પર ફિલ્મ બનાવશે ભટ્ટ બ્રધર્સ

મુંબઈ: બોલીવુડના ફિલ્મકાર મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ નોટબંધી પર આધારિત ફિલ્મ બનાવવા  જઈ રહ્યાં છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ પોતાના બૅટ વિશેષ ફિલ્મ્સ અંતગત નોટબંધી પર આધારિત ફિલ્મ બનાવશે. મળતી માહિત અનુસાર નોટબંધી પર બનનાર આ ફિલ્મ કોમેડી હશે અને જેમાં આ દરમિયાન બનેલ દરેક ઘટનાઓને રજૂ કરવામાં આવશે. જો કે હજુ સુધી આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઈ માહિતી મળી નથી.

 

(1:07 pm IST)