Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

બનેવી આયુષને લઈને વધુ એક ફિલ્મ બનાવશે સલમાન ખાન

મુંબઈ:બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન એકવાર ફરી પોતાના બનેલી આયુષ શર્માને લઈને ફિલ્મ બનાવશે. સલમાન ખાતે તાજેતરમાં આયુષ શર્માને ફિલ્મ લવ યાત્રી દ્વારા બોલીવુડમાં લોન્ચ કર્યો છે. સલમાન ફરી એકવાર આયુષ શર્માને લઈને ફિલ્મ બનાવશે. સલમાન આયૂષની ફિલ્મ લવયાત્રીને જોઈને લાગ્યું કે આયૂષનું પરફોર્મન્સ ખુબ સારું છે અને તેથી તે તેની સાથે વધુ એક ફિલ્મ કરવા માંગે છે.  સલમાન ખાનને એક સ્ક્રીપટ પસંદ આવી ગઈ છે. જે એક એક્શન પેક્સ ફિલ્મ છે. પહેલીવખત આયુષ એક્શન સીન્સ કરતો નજરે પડશે અને તેની માટે તે ટ્રેનિંગ પણ લઇ રહ્યો હોવાની માહિતી મળી છે.

 

(1:06 pm IST)