Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

કિયારા અડવાણીનું ટ્વિટર એકાઉન્ટ હેક

મુંબઇકિયારા અડવાણી બોલીવૂડની નવોદિત અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ તેની અત્યાર સુધીની સફળ રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ  તેના ચાહકો સાથે સક્રિય રહે છે.તાજેતરમાં તે હેકિંગનો શિકાર બની ગઇ છે. તેનો ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયો છે.કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને સૂચના આપી છે કે તેનો એકાઉન્ટ હેક થઇ ગયો છે. તેથી તેના નામના નકલી એકાઉન્ટથી સાવધાન રહે. તેણે એમ પણ જણાવ્યું છે કે, તેની ટીમ એક વખત ફરી અકાઉન્ટ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેણે પોતાના ચાહકોને એમ પણ ચેતવણી આપી છે કે લાપરવાહીથી કોઇ પણ લિન્ક પર ક્લિક કરશો નહીં. તેમજ તેના એકાઉન્ટ પર થતા વિચિત્ર ટ્વીટ પ્રત્યે ધ્યાન આપવું નહીં.ઉલ્લેખનીય છે કે, પહેલા પણ બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓના જેમ કે અમિતાભબચ્ચન, શાહિદ કપૂર, કરણ જોહર, શ્રતુ હાસન, અનુપમ ખેર, હૃતિક રોશન તેમજ હંસિકા મોટવાનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઇ ચુક્યા છે

(5:15 pm IST)