Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

લગ્ન માટે સાથી શોધી રહી છે ટીના દત્તા

ટીવી પરદે ઉતરન શોમાં ઇચ્છાનું પાત્ર ભજવી જાણીતી બનેલી ટીના દત્તા અવાર-નવાર ચર્ચામાં આવતી રહે છે. તાજેતરમાં તેણે તેના બ્રેકઅપ અને ડિપ્રેશન વિશે વાત કરી હતી. ટીનાએ કહ્યું હતું કે હું બ્રેકઅપને કારણે ખુબ દુઃખી થઇ ગઇ હતી. હું મેકરૂપમાં પુરાઇ રહેતી હતી અને ખુબ જ રડતી રહેતી હતી. મેં નાજુક ઉમરમાં પ્રેમ કરી લીધો હતો. હું પોતે જ અપમાનજનક રિલેશન માટે જવાબદાર હતી. લાંબો સમય સુધી ટીવી પરદેથી દુર રહેલી ટીના છેલ્લે ડાયન નામના શોથી ફરી તેના ચાહકો સામે આવી છે. ટીના હવે ખરા અર્થમાં પોતાનો સાથી બની શકે તેના જીવનસાથીની શોધમાં છે. તે કહે છે અગાઉ મેં જે ભુલ કરી હતી એ ભુલનું હવે પુનરાવર્તન કરવું નથી. હવે હું એવો પાર્ટનર શોધી રહી છું જે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો ન હોય.   ટીનાનું આ વર્ષે જ બ્રેકઅપ થયું છે. હવે તે પોતાની અંગત જિંદગી અને લગ્ન કરવાની બાબત પર વધુ ધ્યાન આપી રહી છે. તે વફાદાર સાથીને શોધી રહી છે.

(10:02 am IST)