Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

દિશાએ પુરૂ કર્યુ મલંગનું શુટીંગ

નિર્દેશક મોહિત સૂરીન ફિલ્મ 'મલંગ' ખુબ ચર્ચામાં છે. દિશાએ પોતાની આ ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લીધું છે. શુટીંગ પુરૂ થયા પછી યોજાયેલી પાર્ટીની કેટલીક તસ્વીરો દિશાએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેમાં તેની સાથે આ ફિલ્મના અન્ય કલાકારો અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, કૃણાલ ખેમુ  સહિતના પણ જોવા મળે છે. મલંગ રોમાન્ટીક થ્રિલર ફિલ્મ છે. શુટીંગની શરૂઆત થઇ ત્યારથી ફિલ્મની સતત ચર્ચા થઇ રહી છે.  એમ.એસ. ધોની ફિલ્મથી કારકિર્દી શરૂ કરખાર દિશા પટાનીને આ ફિલ્મ પર ખુબ આશા છે. દિશાએ હિન્દી ફિલ્મમાં અભિનય શરૂ કર્યા પહેલા ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ કરી હતી. કુંગ ફૂ યોગા, બાગી-૨, વેલકમ ટુ ન્યુયોર્ક, ભારત પણ તેણે કરી છે. ટાઇગર શ્રોફ સાથે અવાર-નવાર જોવા મળતી દિશા મલંગ ફિલ્મમાં અનિલ કપૂર સહિતના કલાકારો સાથે કામ કરવા મળતાં તે અત્યંત ખુશ છે. દિશા પાસે હાલમાં અન્ય ત્રણ નવી ફિલ્મો છે. જેમાં એક એકશન ડ્રામા, એક રોમ કોમ છે.

(10:01 am IST)