Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નેસ વાડિયાની માફી બાદ છેડતીના કેસનો આવ્યો અંત:પ્રીતિ ઝીન્ટાએ કેસ પાછો ખેંચ્યો

મુંબઈ :આશરે 4 વર્ષ પહેલા પ્રીતિ જીંટાએ નેસ વાડિયા પર છેડતી મામલે કેસ દાખલ કર્યો હતો. જો કે આજે બોમ્બે હાઈકોર્ટે આ કેસનો અંત આણ્યો હતો. જાણવા મળ્યા મુજબ આ મામલે નેસ વાડિયાએ માફી માંગ્યા બાદ પ્રીતિએ કેસ પાછો લઈ લીધો છે. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે આ કેસ રદ્દ કરી નાખ્યો છે. કોર્ટે આ મામેલે બંને પક્ષોને મીડિયા સાથે વાતચીત કરવા કહ્યુ છે.

(9:04 pm IST)