Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

Mee@too થી બોલીવુડનો કચરો સાફ થશે: અનુરાગ બસુ

મુંબઈ:આગેવાન ફિલ્મ સર્જક અનુરાગ બસુએ કહ્યું હતું કે જે અભિનેત્રીઓ પોતાની સાથે થયેલી છેડછાડની વાતો કરીને અત્યારે વંટોળ  સર્જી રહી છે બોલિવૂડ માટે સારી વાત છે. હવે પછી બોલિવૂડ સ્ત્રીઓ માટે  વધુ સલામત બનશે.આરંભ તનુશ્રી દત્તાથી થયો હતો જેણે સિનિયર અભિનેતા નાના પાટેકર પર જાતીય દુરાચારનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ વિકાસ બહલનું અને છેલ્લે છેલ્લે સંસ્કારી બાબુુજીની ઇમેજ ધરાવતા સિનિયર અભિનેતા આલોકનાથ પર જાતીય દુરાચારના આક્ષેપ થયા હતાસૌથી વધુ વિકાસ બહલનું નામ ખરડાયું હતું અને એને સુપર ૩૦ ફિલ્મના ડાયરેક્ટર પદેથી તગેડી મૂકવામાં આવ્યો હતો. એને ફિલ્મ નિર્માતા સંઘ અને ફિલ્મ ઉદ્યોગના કર્મચારી સંઘ તરફથી પણ નોટિસ આપવામાં આવી હતી. અંગે અનુરાગ બસુને પૂછવામાં આવતાં એણે કહ્યું કે જે થાય છે સારા માટે થાય છે. એકવાર અનિષ્ટ તત્ત્વો દૂર થઇ જશે તો બોલિવૂડ મહિલા કર્મચારીઓ માટે સલામત બનશે. વાવાઝોડું બોલિવૂડ માટે વધુ સારું છે અને એકવાર શમી જાય ત્યારે બોલિવૂડ મહિલાઓ માટે સુરક્ષિત બની રહેશે એવું મને લાગે છેહાલના આક્ષેપો અને એના પ્રતિભાવથી ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા સૌ સભાન બનશે અને કોઇની પણ સાથે ગેરવર્તન કરતાં પહેલાં બે વિચારશે એમ તેણે વધુમાં કહ્યું હતું.

 

(6:21 pm IST)