Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અર્જુન-પરિણીતિની ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું બીજી ટ્રેલર લોન્ચ

મુંબઈ:મોખરાના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડનું બીજું ટ્રેલર સોમવારે સાંજે રિલિઝ કરાયું હતું.પહેલા ટ્રેલરમાં રજૂ થયેલી વિવિધ ભાવનાઓના અનુસંધાનમાં હોય રીતે ટ્રેલરમાં અન્ય સંવેદનો જેવાં કે રોમાન્સ, ડ્રામા અને પ્રણયભગ્ન અવસ્થા વગેરે રજૂ થયાં છે. ફિલ્મ વિપુલનીજ  નમસ્તે લંડન ફિલ્મની સિક્વલ છે. ઓરિજિનલમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ ચમક્યાં હતાં. સિક્વલમાં અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા ચમક્યાં છે. ફિલ્મનું શૂટિંગ પંજાબનાં વિવિધ લોકેશનો, દિલ્હી અને ઇંગ્લેંડના લોકેશનો પર થયું છે. ફિલ્મમાં એક રોમાન્ટિક સ્ટોરી અત્યંત ચડાવ ઉતાર ધરાવતી લાગણી સાથે રજૂ થઇ છે. ટ્રેલરમાં એક પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો- તમે પ્રેમમાં કેટલી હદે આગળ વધી શકો ? પરમજિતનો રોલ કરતો અર્જુન કપૂર લંડન ચાલી ગયેલી પોતાની પ્રિયતમા જસમીતને પાછી મેળવવા ગેરકાયદે લંડન પહોંચે છે ત્યાં એને આલિશા ભટકાઇ જાય છે અને વાર્તા ટર્ન મારે છે. ટર્ન દર્શકને એેક દ્વિધાનો અનુભવ કરાવે છે કે આખરે પરમ પરણશે કોને ?અગાઉ અર્જુન કપૂરે પરિણિતી સાથે પોતાની ડેબ્યુ ફિલ્મ ઇશકઝાદેં કરી હતી. નમસ્તે ઇંગ્લેંડમાં બંનેની કેમિસ્ટ્રી ક્યારની વખણાઇ ચૂકી છે.

 

 

(6:16 pm IST)