Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કાજોલની ઈચ્છા વરુણ ધવન સાથે ફિલ્મ કરવાની

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કાજોલની આગામી ફિલ્મ 'હેલિકોપ્ટર ઈલા'સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને હમણાં કાજોલ ફિલ્મના પ્રોમોશનમાં અનેક જગ્યાઓ પર જઈ રહી છે, કાજોલ સાથે ફિલ્મમાં તેના પુત્રનો રોલ રિદ્ધિ સેન કરી રહ્યો છે. હેલિકોપ્ટર ઈલા પહેલા કાજોલે રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેમાં કામ કર્યું હતું. કાજોલે તાજેતરમાં એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા કહ્યું કે મને યુવા કલાકારો સાથે કામ કરવાની  મજા આવે છે. અને મારી ઈચ્છા છે કે હું ફરી એકવાર વરુણ ધવન સાથે કામ કરું.

 

(6:21 pm IST)